‘મેં જોયેલા બાપુ’ - પ્રસ્તાવના

મેં પહેલીવાર બાપુને ૧૯૮૫માં જોયા. ‘મોટાભાઈના(સુચિતદાદા) નાયરના સર’ તરીકે એ વખતે પહેલીવાર મારી બાપુ સાથે ઓળખાણ થઈ. હું મારુ શિક્ષણ પૂરુ કરીને પૂનાથી પાછો ફર્યો અને બાપુ સાથે કામ કરવાની શરુઆત કરી. એ માટે બાપુના પરેલ ખાતે આવેલા ક્લિનિક પર જવા લાગ્યો. એ વખતે બાપુનું વ્યક્તિત્વ નજીકથી જોવાની અને એમની કાર્યપધ્ધતિ અનુભવવાની તક મળી. આ બધુ જોતી-અનુભવતી વખતે બાપુના સંપર્કમાંની અનેક જૂની વ્યક્તિઓને મળવાનું થયું. પરેલના ક્લિનિકમાં દૂર દૂરથી આવતા અને કલાકો સુધી કંટાળ્યા વગર રોકાઈને રાહ જોતાં અનેક દર્દીઓ સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો. આવી વાતચીતોમાંથી જ ‘દૈ. પ્રત્યક્ષ’માં ‘મેં જોયેલા બાપુ’ એ વિશેષાંક છાપવાની સંકલ્પના સાકાર થઈ.  

 આ છે બાપુ વિષેના સંસ્મરણો. જેણે જેણે બાપુને એમના શાળાજીવનથી માંડીને વૈદ્યકીય પ્રૅક્ટિસના કાળ સુધી નજીકથી જોયા, અનુભવ્યા અને જાણ્યા એવા બાપુના શિક્ષક, સહધ્યાયી, મિત્ર, પાડોશી, દર્દી અને એમના કુટુંબીજનો, આ બધાને બાપુના અનોખા, વિલક્ષણ, અસામાન્ય વ્યક્તિત્વની ઝલક અનુભવવા મળી, સાક્ષી બનવાની તક મળી, એમના આ સંસ્મરણો છે. બાપુ વિષેના એમના આ સંસ્મરણોનો સંગ્રહ એટલે જ ‘મેં જોયેલા બાપુ’ એ પુસ્તક.

પણ અમુક લોકોને પ્રશ્ન થઈ શકે છે કે આ સંસ્મરણો સંગ્રહીત કરવાની આવશ્યકતા જ શું છે ? કારણ એક જ, આ સર્વ સંસ્મરણોમાંથી ઉજાગર થાય છે એક સમાન સૂત્ર. પોતાના મિત્ર, આપ્ત ઉપરાંત પીડિત અને ઉપેક્ષિતોના જીવનમાંથી દુ:ખ, કષ્ટ અને અંધ:કાર દૂર કરવા માટેના અને એમના વિકાસ માટેના બાપુના પ્રયાસ, અથાગ પ્રયત્ન

છેક એમના વિદ્યાર્થીકાળથી તે આજદિન સુધી; આ બધા લોકોનો બાપુ પ્રત્યેનો વરસોના વરસો સુધીનો પ્રેમ અને બાપુની આ બધા લોકો પ્રત્યેની આત્મિયતા, લગાવ અને અથાંગ પ્રેમ; એક અનોખો અને વિલક્ષણ લાભેવિણ પ્રેમ.

       ઉપરાંત આ સંસ્મરણો દ્વારા ખ્યાલ આવે છે તે બાપુનો અનેકવિધ ક્ષેત્રો સાથેનો સંબંધ, એમનું એ ક્ષેત્રમાંનું પ્રભુત્વ, નિપુણતા અને અફાટ જ્ઞાન, જે તે તે ક્ષેત્રમાંના નિષ્ણાત તજ્ઞોને પણ અચંબિત કરે છે. ઉ.દા. મલ્લખાંબ અને જીમનૅસ્ટિકના સર્વોચ્ચ મહદાચાર્ય ઉદય દેશપાંડે બાપુની આ ક્ષેત્રમાંની કાર્યપધ્ધતિ વિષે કહે છે -

 ‘આ જોઈને મને એ વખતે પ્રશ્ન પડતો કે આટલો અભ્યાસ, આટલુ જ્ઞાન એક વ્યક્તિ પાસે કેવી રીતે હોઈ શકે? કેમકે આટલા વર્ષોથી હું આ ક્ષેત્રમાં હોવાછતાં ડૉક્ટરે કહેલી ઘણી વસ્તુઓ મારી માટે નવી હતી.’ આગળ તેઓ કહે છે, ‘બાપુના સહવાસમાં ઘણીબધી માહિતી અને જ્ઞાન સહજતાથી મળતા હતા. મને હજીપણ એમની પાસેથી ઘણુ શીખવાની ઈચ્છા છે.’  

 આ અને આના જેવા અનેક સંસ્મરણોમાં ત્રીજા ધોરણમાં ભણતા સાત(૭) વરસના બાપુ ‘હિમાલયની સાદ’ જેવો દેશભક્તિથી ભરેલો નિબંધ લખતા જોવા મળે છે; તો પાંચમા ધોરણમાં ભણતા નઉ(૯) વરસના બાપુ, ‘મારા પિતા ડૉક્ટર છે તેઓ આખા વરસની ફી એકસાથે ભરી શકે છે. મને ફી-માફી નથી જોઈતી. એ સગવડ તમે આને આપો.  આના પગમાં ચપ્પલ પણ નથી. ફી-માફીની ગરજ આને છે.’ એવું વર્ગશિક્ષકને કહેતા કર્તવ્યદક્ષ સહદયી વિદ્યાર્થી અને મિત્ર દેખાય છે. ઉપરાંત ‘સંન્યાસાશ્રમનો અનુભવ લઈને ફરી સંસારમાં આવવામાં શું ખોટુ છે’ જેવા એક ગંભીર વિષય પર ‘આ મારો મત છે’ એવી નક્કર રજુઆત કરનારા દસમા ધોરણમાં ભણતા બાપુ દેખાય છે.

કૉલેજકાળ દરમ્યાન મિત્રોને પૂરતી મદદ કરનારા બાપુ મિત્ર-સખીઓના વૃંદમાં ચાલતી ઠ્ઠઠા-મશ્કરી, હાસ્યવિનોદમાં ભાગ લઈને પણ પોતાની ‘ડિસેન્સી’ છોડતા નથી, ઉધ્ધતાઈ અને ઉછાંછળાપણુ ચલાવી લેતા નથી, તો પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને મેડિકલના વિદ્યાર્થીઓના વિનામુલ્યે સ્પેશિયલ ક્લાસ લેતા કડક શિક્ષક જોઈ શકાય છે. પરેલ-લાલબાગ-શિવડી જેવા મિલકામદારોના આવાસોમાં વસતા શ્રમજીવી મજૂરોવર્ગની તેમજ એ લોકોના ગામડાઓમાં વસતા સ્વજનોની સાવ સામાન્ય ફિ લઈને અને ક્યારેક તો સાવ નિ:શુલ્ક સારવાર કરતા એમ.ડી. ડૉક્ટરને આપણે જોઈ શકીએ છીએ.

એ સાથે જ વર્તમાન સમયમાં બાપુના સાનિધ્યમાં આવેલા અનેક મહાનુભવોને ગમેલો બાપુનો વ્યાસંગ, એમની સાદગી અને સરળતા, એમણે અનુભવેલું બાપુનું અલૌકિકત્વ આ બધુ આ સ્મરણોમાંથી આપણી સામે ઉજાગર થાય છે.

બાપુ વિષેના સંસ્મરણોમાંથી એક વાત સામે આવે છે એ એટલે બાપુએ ક્યારેય કોઈની પણ ઉપેક્ષા કરી નથી, ક્યારેય કોઈને ઓછા ઉતરતા ગણ્યા નથી, દરેકજણને એમણે સંભાળી લીધા છે. દરેકની અંદરના ન્યુનગંડને દૂર કરીને બધાને દિલાસો આપ્યો છે. બ્લડ ડોનેશન કૅંમ્પ વખતે ‘I am not totally useless, at least I can donate blood' એવું કહીને લોકોમાં વિશ્વાસ જગાડ્યો. એમના આ ગુણને કારણે જ તો પોતે શાળામાં હતા ત્યારે સાથે ભણતા વિદ્યાર્થીઓની સાથે સાથે એમના વાલીઓને પણ બાપુ પર વિશ્વાસ હતો. એટલે તો બાપુના શાળા શિક્ષક જી.ડી. પાટીલ સર કહે છે, ‘આ વિશ્વાસ બાપુએ વિદ્યાર્થીકાળ દરમ્યાન જ કમાવેલો હતો.’

 આ સ્મરણો અમને બાપુના વ્યક્તિત્વના વિવિધ પાસાઓનું દર્શન કરાવે છે. એક વિદ્યાર્થી, એક પાડોશી, એક મિત્ર, એક શિક્ષક, એક ડૉક્ટર અને ખાસ તો એક માણસ તરીકે બાપુનું વિલક્ષણ, વ્યાપક અને અદભૂત વ્યક્તિત્વ આપણી સામે આવે છે. બાપુ ત્યારે પણ એવા જ હતા, જેવા આજે છે.

 આજે આપણી આજુબાજુનું જગત અને તેની પરિસ્થિતી ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. એનો સામનો કરવો દરેક માટે અઘરો થઈ રહ્યો છે. આ બદલાવનો સામનો કેવી રીતે કરવો એ બાપુ સેમિનાર્સ અને અગ્રલેખોના માધ્યમથી આપણી સામે માંડે છે. પરંતુ આ બધુ કરતી વખતે, માંડતી વખતે, આ બદલાવ સ્વીકારતી વખતે એક બાબત માત્ર ‘નિત્ય’, ‘શાશ્વત’ છે, એ એટલે બાપુ, બાપુનો પ્રેમ અને બાપુના મૂલ્યો.

 English     हिंदी ​     ​मराठी